સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી

તૈયારી કેવી રીતે કરવી, શું પ્લાનિંગ કરવું, વાંચન સામગ્રી ક્યાંથી મેળવવી અને કયા મેગેઝિન વાંચવા.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી જુના સાપ્તાહિક, પખવાડીક, મંથલી, પબ્લીકેશન્સ.

About what you may need Read

સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી જોઇએ તેમજ વાંચન સામગ્રીમાં શું શું સમાવેશ કરવું જોઇએ તે બાબતે અત્રે યોગ્ય માર્ગદર્શન આપવામાં અાવેલ છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની સામાન્ય સમજ

કોઇ પણ વિભાગ ખાતા કે હોદાની સામાન્ય જ્ઞાનની પરીક્ષા લેવામાં આવતી હોય છે ત્યારે મોટા ભાગે તે પરીક્ષાઓના અભ્યાસક્રમ એક સમાન હોય છે. અને પરીક્ષાર્થી પાસેથી જે તે પરીક્ષાના અભ્યાસક્રમમાં જણાવેલ વિષયના ફકત સામાન્ય જ્ઞાનની અપેક્ષા રાખવામાં આવતી હોય છે નહિં કે જેે તે વિષયના ખુબજ ઉંંડા અભ્યાસની.

જુુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સામાન્ય જ્ઞાનના પેપર માટે આપવામાં આવતું અભ્યાસક્રમ સામાન્ય રીતે તમામ પ્રકારની પરીક્ષાઓ માટે કોમન હોય છે.

સામાન્ય રીતે ધોરણ ૧ર પાસ અને સ્નાતક (ગ્રેજયુુએટ) ની લાયકાત પર સ્પર્ધાત્મક પરીક્ષાા લેવામાં આવે છે

ઘણી વખતે એવું બને છેે કે, પરીક્ષા આપનાર ઉમેદવાર દ્વારા જે તે વિષયનું ખુબજ ગહન અભ્યાસ કરવામાં આવ્યું હોય અને પરીક્ષા વખતે તે વિષય ને લગતા પ્રશ્નો ખુબજ સહેલા પ્ર્રકારના પુછાયા હોય જે બાબતે પરીક્ષાની તૈયારી વખતે ઉમેદવાર દ્વારા લક્ષ ના અપાયું હોય.

જુદા જુદા ખાતાની જુદી જુદી પરીક્ષાઓ માટે કોમન રીડીંગ

કોઇ પણ ખાતા કે હોદાની સામાન્ય જ્ઞાનની પરીક્ષા માટે નીચે જણાવેલ પુસ્તકો/અભ્યાસક્રમનું રીડીંગ સૌ પ્રથમ અને મુખ્ય રીડીંગ મટીરીયલ તરીકે કરવું જોઇએ કારણ કે આવી પરીક્ષામાં પુછવામાં આવતા પ્રશ્નોના વિષયો જેવાકે સમાન્ય વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, ભુગોળ, બંધારણ, સાહિત્ય, લોક કલા વારસો, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, પ્રાણી-પક્ષી જગત, વાતાવરણ, વ્યક્તિ વિશેષ વિગેરેને તેમાંથી મળી રહે છે.

  • ધોરણ પ થી ૧ર ગુજરાતી પાઠય પુસ્તક
  • ધોરણ પ થી ૧૦ સમાજિક વિજ્ઞાન
  • ધોરણ પ થી ८ વિજ્ઞાન અને ટેેકનો લોજી
  • ધોરણ પ થી ८ ગણિત
  • ધોરણ ૧૦-૧૧-૧ર ઇંગલીશ ગ્રામર
  • ધોરણ ૧૧-૧ર ભુગોળ
  • જી.પી.એસ.સી. ના સીલેબસમાં જણાવેલ મુદાઓને સબંધિત ધો. પ થી કોલેજ સુધીની તમામ ટેક્સ્ટ બુક વાંચી જવી.
  • જી.પી.એસ.સી. ના સીલેબસમાં જણાવેલ મુદાઓને લગતી મોટા ભાગની બુકસ યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત ની કચેરીએથી મેળવી શકાશે.
  • યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલ બુકસ જી.પી.એસ.સી. ની પરીક્ષા માટે ખુબજ ઉપયોગી છેેે. જેથી તેના પર વધુ આધાર રાખવું જોઇએ.
  • યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત ની વેબ સાઇટ www.granthnirman.com છે.
  • સરકારની જુદા જુદા વિભાગની વેબસાઇટ પણ નિયમીત જોતા રહેેેવુું. ખાસ કરીને જે તે ડીપાર્ટમેન્ટની વેબસાઇટમાંથી ડીપાર્ટમેન્ટને સબંધીત ઇતિહાસ, સીદ્ધીઓ, તથા બીજી ઘણી બધી ઉપયોગી માહિતી મળી શકશે. આવી અગત્યની સાઇટસ

Development Continue....

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી અન્યય પુસ્તકો / મેગેજીન્સ

ગુજરાત :

પખવાડીક, ગુજરાત સરકારના માહિતિ ખાતા દ્વારા પ્રકાશિત અને ઓન લાઇન પણ ઉપલબ્ધ.

યોજના :

માસીક, ભારત સરકારના માહિતિ ખાતા દ્વારા પ્રકાશિત અને ઓન લાઇન પણ ઉપલબ્ધ.

રોજગાર સમાચાર :

સાપ્તાહિક, ગુજરાત સરકારના તાલીમ અને રોજગાર ખાતા દ્વારા પ્રકાશિત. ઓન લાઇન ઉપલબ્ધ.

લેટેેસ્ટ ફેકટસ ઇન જનરલ નોલેજ :

માસીક અંક લિબર્ટી પબ્લીકેશન.

વર્લ્ડ ઇન બોક્ષઃ

માસીક, ગુજરાતી મગેજીન.

પ્રતિયોગિતા દર્પણ

- હિન્દી માસીક મેગેજીન.

નવનિત – GK

નવનિત પબ્લીકેશન દ્વારા વાર્ષિક.

મનોરમા યર બુક

હિન્દી/ઇંગ્લીશ, મનોરમા પબ્લીકેશન્સ દ્વારા વાર્ષિક.

ઉપરોકત મેગેજીન પૈકી કેટલાક ઓન લાઇન ઉપલબ્ધ છે. રીડ કરવા /